Gau Sanman Yatra 2025 — ગૌ સન્માન યાત્રા

Heading

ગાય - ગામડું અને ખેતી માનવજીવનનું કેન્દ્રબિંદુ છે.ગાયએ આસ્થા અને આરોગ્યનું મૂળ છે. તેમજ પ્રાકૃતિક ગૌ-આધારિત કૃષિ - જમીન - વૃક્ષ - જળ સંપૂર્ણ પર્યાવરણનું માત્રને માત્ર ગાયથી જ સંરક્ષણ શક્ય છે. ગામડાના યુવાનો ભણી ગણીને મોટી કોર્પોરેટ કંપનીની ગુલામી સ્વીકાર કરે તે અંતે વિનાશક સાબિત થઇ શકે છે. તો યુવાનો “ગૌ-સન્માન યાત્રા” ગુલામી છોડી ગાય - ગામડું અને ખેતી સાથે આત્મનિર્ભરતા કેળવી ભણતરની સાથે સંસ્કૃતિ,સંસ્કાર અને સામાજિક સમરસતા કેળવે તે ખુબ જરૂરી છે.જે સમાજ સંસ્કૃતિથી દૂર થાય તે સમાજના અસ્તિત્વનો નાશ થઇ જાય છે. તે હેતુથી ગાય - ગામડું અને ખેતીને મજબૂત કરવા ખુબ જ જરૂરી છે. આથી ખેડૂતો અને ગૌપાલકોને આત્મનિર્ભર અને સ્વાવલંબન તરફ દોરી શકાય તે હેતુથી ગાય - ગામડું અને ખેતી યાત્રા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ યાત્રા 25 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી ગોંડલથી સોમનાથ ધામ સુધી 15 દિવસની રહેશે. જે કુલ 211 કિલોમીટર કાપીને 66 ગામોમાં થઈને પસાર થશે..

આ કાર્યક્રમ કોઈપણ જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય કે પંથથી પર યાત્રાનું મુખ્ય ધ્યેય છે, સમરસતા, એકતા અને સહઅસ્તિત્વ. આપણા દ્વારા ઝેરમુક્ત ભારતના નિર્માણ માટે ગ્રામ્ય સમાજમાં ચેતના જગાડવાની એક અનોખી પહેલ છે. તો આવો સૌ સાથે મળીને સમૃદ્ધ કૃષિ અને ઝેરમુક્ત ભારત નું નિર્માણ કરીએ.

Banner